શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો ઉધરસ - ખાંસીની સમસ્યા અંગે.
• કાંદાના રસમાં મધ મેળવીને પીવાથી ગમે તેવી ઉધરસ મટે છે.
• કાંદાનો ઉકાળો કરીને પીવાથી કફ દૂર થઈ ઉધરસ મટે છે.
• લીંબુના રસમાં તેનાથી ચાર ગણું મધ મેળવીને ચાટવાથી ઉધરસ મટે છે.
• લવિંગને મોંમાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે.
• મરીનું ચૂર્ણ દૂધમાં ઉકાળી પીવાથી ઉધરસ મટે છે.
• મરીનું ચૂર્ણ સાકર, ઘી સાથે મેળવી ચાટવાથી ઉધરસ મટે છે.
• એક ચમચી મધ અને બે ચમચી આદુંનો રસ મેળવી પીવાથી ઉધરસ મટે છે.
• થોડી હિંગ શેકી, તેને ગરમ પાણીમાં મેળવી, પીવાથી ઉધરસ મટે છે.
• દ્રાક્ષ અને સાકર મોંમાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે.
• લસણની કળીઓને કચરી, પોટલી બનાવી, તેની વાસ લેવાથી કાળી ઉધરસ (હુપિંગ), કફ મટે છે.