દાદીમાનું વૈદુંઃ ઊલટી

Sunday 30th May 2021 07:03 EDT
 
 

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો ઊલટીની સમસ્યા અંગે.

• ફુદીનાનો રસ પીવાથી ઊલટીની તકલીફમાં રાહત થાય છે
• રાઈને ઝીણી વાટી, પાણીમાં પલાળી, પેટ ઉપર લેપ કરવાથી ઊલટી મટે છે
• મરી અને મીઠું વાટીને ફાકવાથી ઊલટી મટે છે
• ગોળને મધમાં મેળવીને લેવાથી ઊલટી મટે છે • આદુંનો રસ ને કાંદાનો રસ મેળવીને પીવાથી ઊલટીમાં રાહત થાય છે
• સૂંઠ અને ગંઠોડાનું ચૂર્ણ મધમાં ચાટવાથી ઊલટી મટે છે
• મીઠા લીમડાનાં પાનનો ઉકાળો પીવાથી ઊલટી મટે છે
• તજનો ઉકાળો પીવાથી ઊલટી મટે છે
• લીંબુ કાપી તેના ઉપર ખાંડ ભભરાવીને ચૂસવાથી અન્નવિકારથી થતી ઊલટી મટે છે
• શેરડીનો રસ પીવાથી પિત્તની ઊલટી મટે છે
• તુલસી અને આદુંનો રસ મધ સાથે લેવાથી ઊલટી મટે છે
• એલચી અને તુલસીના પાન ખાવાથી ઊલટી મટે છે
• એલચીના દાણા વાટીને ફાકી મારવાથી અથવા મધમાં ચાટવાથી જીવ ડહોળતો હોય કે ઊલટી થાય એવું લાગતું હોય તો તે મટે છે
• લીંબુ કાપી, તેના ઉપર સૂંઠ, સિંધવ-મીઠું નાખી, ગરમ કરી ચૂસવાથી અજીર્ણની ઊલટી મટે છે
• એક - એક તોલો દ્રાક્ષ અને ધાણા વાટીને પાણીમાં એકરસ કરી પીવાથી પિત્તની ઊલટી મટે છે
• આમલીને પાણીમાં પલાળીને તેનું પાણી ગાળીને પીવાથી પિત્તની ઊલટી મટે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter