શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો એસિડિટીનો ઉપાય.
• ધાણાજીરુંનું ચૂર્ણ ખાંડ સાથે લેવાથી એસિડિટી મટે છે. જમ્યા પછી છાતીમાં બળતરા થતી હોય તો તે પણ મટે છે.
• ગાજરનો રસ પીવાથી એસિડિટી મટે છે.
• ૧થી ૨ ગ્રામ જેટલો ખાવાનો સોડા ધાણાજીરુંના ચૂર્ણમાં અથવા સુદર્શનચૂર્ણમાં મેળવી લેવાથી એસિડિટી મટે છે.
• ૧૦૦થી ૨૦૦ ગ્રામ દૂધમાં થોડી સાકર તથા ઘીમાં સાંતળેલાં ૪-૫ નંગ કાળા મરીનું ચૂર્ણ નાંખી સાંજે પીવાથી એસિડિટી મટે છે.
• તુલસીનાં પાનને દહીં કે છાશ સાથે લેવાથી એસિડિટી મટે છે.
• આમળાનું ચૂર્ણ રોજ સવારે અને રાત્રે એક એક ચમચી લેવાથી એસિડિટી મટે છે.
• ધાણા અને સૂંઠનું ચૂર્ણ પાણી સાથે લેવાથી એસિડિટી મટે છે.
• લીમડાના પાન અને આમળાંનો ઉકાળો બનાવીને પીવાથી એસિડિટી મટે છે.
• કુમળા મૂળા સાકર મેળવીને ખાવાથી એસિડિટી મટે છે.