દાદીમાનું વૈદુંઃ કફ - ખાંસી

Sunday 14th June 2020 06:42 EDT
 
 

• કાંદાનો ઉકાળો પીવાથી કફ-ખાંસીમાં રાહત મળે છે.
• અર્ધા તોલ જેટલું મધ દિવસમાં ચાર વાર ચાટવાથી કફની તકલીફમાં સારું લાગે છે.
• દોઢથી બે તોલા આદુંના રસમાં મધ મેળવી પીવું.
• તુલસીનો રસ ૩ ગ્રામ, આદુંનો રસ ૩ ગ્રામ અને એક ચમચી મધ સાથે લેવું પણ સુયોગ્ય છે.
• એલચી, સિંધવ, ઘી અને મધ ભેગાં કરીને ચાટવાથી બળતરા ઓછી થાય છે.
• દરરોજ થોડી ખજૂર ખાઈ ઉપર પાંચ ઘૂંટડા ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈ બહાર નીકળે અને ફેફસાં સાફ થાય છે.
• આદુંનો રસ, લીંબુનો રસ અને સિંધવ મેળવી જમતાં પહેલાં લેવાથી કફ, શ્વાસ અને ઉધરસની પીડા ઘટે છે.
• દૂધમાં હળદર, મીઠું અને ગોળ નાંખી ગરમ કરી પીવાથી પણ બળતરા ઓછી થાય છે.
• રાત્રે સૂતી વખતે ત્રણ-ચાર તોલા શેકેલા ચણા ખાઈ ઉપર નવશેકું દૂધ પીવાથી શ્વાસનળીમાં એકઠો થયેલો કફ નીકળી જાય છે અને ગળામાં થતો દુઃખાવાનું પ્રમાણ ઘટે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter