શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો...
• અજમો અને ગોળ સરખેભાગે મેળવી સવાર સાંજ ખાવાથી કમરનો દુઃખાવો મટે છે.
• સૂંઠ અને ગોખરું સરખેભાગે લઈ તેનો ઉકાળો કરી રોજ સવારે પીવાથી કમરનો દુઃખાવો મટે છે.
• સૂંઠનું ચૂર્ણ ગરમ પાણી સાથે ફાકવાથી કમરનો દુઃખાવો મટે છે.
• ખજૂરની પાંચ પેશીનો ઉકાળો કરી, તેમાં અર્ધો તોલો મેથી નાંખી પીવાથી કમરનો દુઃખાવો મટે છે.
• સૂંઠ, લસણ, અજમો અને રાઈ નાંખીને તેલ ગરમ કરીને તેની માલિશ કરવાથી કમરનો દુઃખાવો તેમજ દુઃખતા સાંધામાં આરામ થાય છે.
• સૂંઠ અને હિંગ નાંખીને તેલ ગરમ કરી તેની માલિશ કરવાથી કમરનો દુઃખાવો તથા શરીર જકડાઈ ગયું હોય તો તે મટે છે. સાંધાનો દુઃખાવો પણ મટે છે.