શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો કાનની પીડા અંગે.
• નાગરવેલના પાનનો રસ ગરમ કરી તેના ટીપાં નાખવાથી કાનના સણકા અને દુખાવો મટે છે.
• આંબાના પાનનો રસ ગરમ કરીને તેના ટીપાં નાંખવાથી કાનના સણકા અને દુખાવો મટે છે.
• ફુલાવેલી ફટકડી અને હળદર ભેગી કરીને કાનમાં નાખવાથી કાન પાક્યો હોય અને રસી નીકળતી હોય તો તે મટે છે.
• વરિયાળી અધકચરી વાટીને પાણીમાં ખૂબ ઉકાળો. તે પાણીની વરાળ દુખતા કાન પર લેવાથી કાનની બહેરાશ, કાનનું શૂળ અને કાનમાં થતો અવાજ મટે છે.
• તેલમાં થોડી રાઈ વાટીને કાનના સોજા પર લેપ કરવાથી સોજો મટે છે.
• કાનમાં કોઈ જીવજંતુ ભરાઈ ગયું હોય તો સરસીયાના તેલના ટીપાં નાંખવાથી તે મરી જાય છે.
• સફેદ કાંદાના રસનાં ટીપાં રોજ બે વખત કાનમાં નાખવાથી બહેરાશ મટે છે.
• કાનમાં બગાઈ, કાનખજૂરો જેવા જીવજંતુ ગયાં હોય તો મધ અને તેલ ભેગાં કરી કાનમાં ટીપા નાખવાથી ફાયદો થાય છે. કાનનું શૂળ અને રસી પણ મટે છે.