દાદીમાનું વૈદુંઃ કોલેરા

Monday 05th July 2021 07:06 EDT
 
 

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો કોલેરાની બીમારી વિશે.

• લવિંગના તેલમાં બે-ત્રણ ટીપાં ખાંડ કે પતાસામાં લેવાથી કોલેરામાં ફરક લાગે છે.
• લીંબુ અને કાંદાનો રસ મેળવીને પીવાથી કોલેરામાં ઘટાડો લાગે છે.
• ફૂદીનાનો રસ પીવાથી કોલેરાના રોગમાં રાહત અનુભવાય છે.
• જાયફળનું એક તોલો ચૂર્ણ ગોળમાં મેળવી નાની-નાની ગોળીઓ કરી તેમાંથી એક-એક ગોળી અડધા અડધા કલાકે લેવાથી અને ઉપર થોડું ગરમ પાણી પીવાથી કોલેરા થયો હોય તો તેમાં ફરક અનુભવાય છે.
• કાંદાના રસમાં ચપટી હીંગ મેળવીને અડધા કલાકે લેવાથી કોલેરામાં ઘટાડો લાગે છે.
• પાણીમાં લવિંગ નાંખી ઉકાળીને તે પાણી પીવાથી કોલેરામાં લાગતી તરસ ઘટે છે.
• કાંદામાં જરાક અમસ્તું કપૂર નાંખીને ખાવાથી કોલેરામાં ઘટાડો થતો અનુભવી શકાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter