દાદીમાનું વૈદુંઃ ખીલ

Monday 29th June 2020 06:39 EDT
 
 

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો ખીલની સમસ્યાના ઉકેલ

• મૂળાનાં પાનનો રસ ચોપડવાથી અઠવાડિયામાં ખીલમાં રાહત મળે છે.
• જાંબુના ઠળિયાને પાણીમાં ઘસીને ખીલ પર લગાડવાથી ખીલના દર્દમાં બળતરા ઘટે છે.
• દૂધની મલાઈ સાથે મીંઢળ ઘસીને ખીલ પર લગાડવાથી સારું રહે છે.
• જાયફળને દૂધની મલાઈમાં ઘસીને ખીલ પર લગાડવું જોઈએ.
• નારંગીની છાલ ઘસવાથી ખીલનો દુઃખાવામાં રાહત થાય છે.
• લીલા નાળિયેરનું પાણી રોજ પીવાથી તેમજ થોડાક નાળિયેર પાણીથી મોં ધોવાથી ખીલમાં બળતરા ઓછી થાય છે.
• છાશ વડે મોં ધોવાથી ખીલના ડાઘા, મોં પરની કાળાશ દૂર થાય છે.
• નાળિયેરનું દૂધ કાળીજીરી સાથે મેળવી લસોટી ખીલ પર લગાડવાથી રાહત થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter