શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો...
• કાચા પપૈયાને કાપવાથી જે દૂધ જેવું પ્રવાહી નીકળે તે ખીલ ઉપર દરરોજ થોડા દિવસ લગાડવાથી ખીલ કાયમ માટે જડમૂળથી મટી જશે.
• ખૂબ પાકી ગયેલા પપૈયાને ચોળીને, છૂંદીને તેની માલિસ મોઢા પર કરવી, પંદર-વીસ મિનિટ પછી તે સુકાઈ જાય ત્યારે પાણીથી ધોઈ નાખવું ને જાડા ટુવાલ વડે મોઢાને સારી રીતે લૂછીને તરત કોપરેલ લગાડવું. એક અઠવાડિયા સુધી આમ કરવાથી મોઢા પરના ખીલના ડાઘ મટે છે. મોઢાની કરચલીઓ અને કાળાશ મટે છે.
• તુલસીનાં પાનના રસમાં લીંબુનો રસ અથવા આદુનો રસ ઉમેરી મોઢા ઉપર લગાડવાથી અને સુકાઈ જાય પછી પાણીથી ધોઈ નાખવાથી મોઢા પરના કાળા ડાઘ મટે છે.
• પાકા ટામેટાને કાપીને તેની ચીર ખીલ ઉપર ધીરે ધીરે લગાડીને થોડી વાર સુકાવા દો. ત્યારબાદ ગરમ પાણીથી સાફ કરવાથી ખીલ મટે છે.