શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો ખીલની સમસ્યા વિશે.
• મૂળાનાં પાનનો રસ ચોપડવાથી અઠવાડિયામાં ખીલ મટવાની શક્યતા રહે છે.
• જાંબુના ઠળિયાને પાણીમાં ઘસીને ખીલ પર લગાડવાથી ખીલમાં રાહત અનુભવાય છે.
• દૂધની મલાઈ સાથે મીંઢળ ઘસીને ખીલ પર લગાડવાથી ખીલની બળતરા ઓછી લાગે છે.
• જાયફળને દૂધની મલાઈમાં ઘસીને ખીલ પર લગાડવાથી ખીલનું પ્રમાણ ઘટવાની શક્યતાઓ વધે છે.
• નારંગીની છાલ ઘસવાથી ખીલની બળતરા ઘટે છે.
• લીલા નાળિયેરનું પાણી રોજ પીવાથી અને થોડાક પાણીમાં મોં ધોવાથી ખીલમાં રાહત લાગે છે.
• છાશ વડે મોં ધોવાથી ખીલના ડાઘા, મોં પરથી કાળાશ ઘટતી હોય તેવું લાગે છે.
• રાત્રે સૂતી વખતે ગરમ પાણીમાં મોઢું ધોઈ, ચારોળીને દૂધમાં ઘસી લેપ બનાવી મોં પર લગાવીને સવારે સાબુથી મોં ધોવાથી ખીલમાં ઘટાડો લાગે છે.