દાદીમાનું વૈદુંઃ ચક્કર આવવાં

Monday 09th March 2020 05:22 EDT
 

• વરિયાળી તથા ખાંડ સરખે ભાગે લઈ, ચૂર્ણ બનાવી, સવાર-સાંજ લેવાથી ચક્કર બંધ થાય છે.
• મરીનું ચૂર્ણ ઘી અને સાકરમાં લેવાથી ચક્કર આવતાં બંધ થાય છે.
• તુલસીનાં પાન સાથે મરી ચાવવાથી ચક્કર આવતાં બંધ થાય છે.
• બસમાં પ્રવાસ કરતી વખતે ચક્કર આવતાં હોય તો તજ અથવા લવિંગ મોમાં રાખવાં.
• હિંગને શેકી, ખાંડીને પાવડર બનાવવો. તેમાંથી થોડી હીંગ સૂવાવડી સ્ત્રીને ઘી સાથે અથવા પાણી સાથે આપવાથી તેને આવતાં ચક્કર તથા પેટનો દુઃખાવો બંધ થાય છે.




to the free, weekly Gujarat Samachar email newsletter