• ગ્લિસરીન, ગુલાબજળ અને લીંબુનો રસ સરખે ભાગે લઈ શીશીમાં ભરી રાખો. આ મિશ્રણનું માલિશ કરવાથી ચામડી સાફ બનશે. હાથ-પગમાં ચીરા પડ્યા હોય તો તે મટે છે.
• મૂળાના રસમાં થોડું દહીં મેળવી ચહેરા ઉપર લગાડવાથી ચહેરો, સુંવાળો, ચમકીલો બને છે.
• એક ડોલ ગરમ કે ઠંડા પાણીમાં એક લીંબુ નિચોવીને તેનાથી સ્નાન કરવાથી ચામડી સુંવાળી થાય છે અને ચામડીમાં ચમક આવે છે.
• કારેલીનાં પાનનો રસ ચોપડવાથી ચામડીના બહુ જૂના કોઈ પણ રોગ મટે છે.
• તલના તેલને હુંફાળું ગરમ કરીને રોજ માલિશ કરવાથી ફિક્કી ચામડી ચમકતી થાય છે.
• કાકડીને ખમણીને તેનો રસ ચોપડવાથી ચીકાશવાળી - ચીમળાયેલી ચામડી સુંવાળી બને છે.