દાદીમાનું વૈદુંઃ ઝાડા-મરડો

Sunday 15th March 2020 06:37 EDT
 
 

• ગાજરનો રસ પીવાથી ઝાડા બંધ થાય છે.

• ચીકુની છાલનો ઉકાળો પીવાથી ઝાડા બંધ થાય છે.

• ખજૂરના ઠળિયામાંથી રાખ કરી, ઠંડા પાણી સાથે પીવાથી ઝાડા બંધ થાય છે.

• એલચીનાં છોડાંની રાખ મધમાં ચાટવાથી ઝાડા બંધ થાય છે.

• સહેજ ગરમ પાણીમાં થોડું મીઠું અને લીંબુનો રસ પીવાથી ઝાડા અને મરડો મટે છે.

• તુલસીના પાંચ પાન અને સંચળ બે ગ્રામ, ૫૦ ગ્રામ દહીંમાં મેળવીને ખાવાથી ઝાડા અને મરડો મટે છે.

• માખણ, મધ અને ખડી સાકર મેળવીને ખાવાથી મરડો મટે છે.

• કેરીની ગોટલી છાશ અથવા ચોખાના ઓસામણમાં વાટીને લેવાથી મરડો મટે છે.

• મરીનું ચૂર્ણ છાશમાં લેવાથી મરડો મટે છે.

• કેરીની ગોટલી છાશ અથવા તો ચોખાના ઓસામણમાં વાટીને લેવાથી મરડો મટે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter