• દમનો હુમલો થયો હોય તો એક પાકું કેળું લઈ, તેને દીવાની જ્યોત પર ગરમ કરી, પછી તેને છોલીને મરીનો ભૂકો ઉપર ભભરાવીને ખાવાથી આરામ થાય છે. • ઘી સાથે દળેલી હળદર ચાટી ઉપર ગરમ દૂધ પીવાથી દમમાં આરામ થાય છે. • બે ચમચી આદુંનો રસ મધ સાથે લેવાથી દમમાં રાહત થાય છે. • રોજ ગાજરનો રસ પીવાથી દમનો રોગ જડમૂળથી મટે છે. • હળદર, મરી અને અડદ એ ત્રણને અંગારા પર નાખી ધુમાડો લેવાથી દમમાં તરત રાહત મળે છે. • દસ પંદર લવિંગ ચાવીને તેનો રસ ગળવાથી દમ મટે છે. • એલચી, ખજૂર અને દ્રાક્ષ મધમાં ચાટવાથી દમ મટે છે. • દરરોજ થોડી ખજૂર ખાઈ ઉપર ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને બહાર નીકળી જાય છે અને દમ મટે છે. અજમો ગરમ પાણી સાથે લેવાથી શ્વાસમાં રાહત થાય છે.