દાદીમાનું વૈદુંઃ દાઝ્યા ઉપર...

Sunday 26th July 2020 07:05 EDT
 
 

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો દાઝી જવાથી થયેલી ઇજાની સારવાર વિશે.

• દાઝેલા ઘા ઉપર કકડાવેલું તેલ ચોપડવાથી ફાયદો થાય છે.
• દાઝેલા ઘા ઉપર તરત જ કોપરેલ અથવા બટાકું કાપી ઘસવાથી ફોલ્લામાં રાહત થાય છે.
• દાઝેલા પર તાંદળજાનો રસ ચોપડવાથી આરામ થાય છે.
• દાઝેલા પર મહેંદીના પાનને વાટી પાણી સાથે પીસીને લગાડવાથી આરામ થાય છે.
• દાઝ્યા ઉપર ખૂબ પાકાં કેળાંને બરાબર મસળી, ચોંટાડી પાટો બાંધવાથી તરત જ રાહત થાય છે.
• દાઝેલા ઘા પર તુલસીનો રસ અને કોપરેલ ઉકાળીને ચોપડવાથી બળતરા મટે છે, ફોલ્લા અને જખમ ઝડપથી રુઝાઈ જાય છે.
• ગરમ પાણી કે વરાળથી દાઝી જવાય તો તે ભાગ પર ચોખાનો લોટ છાંટવાથી આરામ થાય છે.
• દાઝેલા પર ઈંડાની સફેદી લગાડવાથી ડાઘ રહેતો નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter