દાદીમાનું વૈદુંઃ પેશાબ

દાદીમાનું વૈદું

Sunday 01st November 2020 05:31 EST
 
 

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ વખતે જાણો પેશાબની સમસ્યા વિશે.

• પેશાબ ઓછો થતો હોય કે બંધ થયો હોય તો તાજી છાશમાં ગોળ નાખીને પીવાથી પેશાબની અટકાયત મટે છે.
• પેશાબ અટકતો હોય તો મૂળાનો રસ પીવાથી છૂટથી થાય છે.
• અર્ધા તોલા લીંબુના બીજનું ચૂર્ણ કરી પાણી સાથે પીવાથી તરત પેશાબ છૂટે છે. 
• પેશાબની બળતરા તથા અટકાયત થતી હોય તો ગરમ કરેલા દૂધમાં સાકર અને ચોખ્ખું ઘી નાખી પીવાથી રાહત થાય ચે અને તકલીફ મટે છે.
• ચોખાના ધોવાણમાં સાકર તથા ચપટી સુરોખાર મેળવી પીવાથી પેશાબ ઓછો થતો હોય તો વધે છે. કોઈ પણ કારણસર પેશાબ અટકતો હોય તો મટે છે.
• પેશાબ અટકી અટકીને થવો, વધુ થવો અને બળતરા સાથે થવો વગેરેમાં તલ ખાવાથી ફાયદો થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter