• ખજૂરની એક પેશી ચોખાના ઓસામણ સાથે મેળવીને, ખૂબ વાટી, તેમાં થોડું પાણી મેળવીને નાનાં બાળકોને બે-ત્રણ વખત આપવાથી નબળાં, કંતાઈ ગયેલાં બાળકો હૃષ્ટપુષ્ટ અને ભરાવદાર બને છે • એક ચમચી પાલખની ભાજીનો રસ મધમાં મેળવી રોજ પીવાથી સુકલકડી બાળકો શક્તિશાળી બને છે • પાકાં ટામેટાંનો તાજો રસ નાનાં બાળકોને દિવસમાં બે-ત્રણ વાર પાવાથી બાળકો નીરોગી અને બળવાન બને છે • બાળકોને તલ ખવડાવવાથી બાળકો રાત્રે ઊંઘમાં પેશાબ કરતાં હોય તો અટકે છે અને શરીર પુષ્ટ બને છે • તુલસીનાં પાનનો રસ પાંચથી દસ ટીપાં પાણીમાં નાખીને રોજ પીવડાવવાથી બાળકના સ્નાયુઓ અને હાડકાં મજબૂત બને છે અને બાળક જલદી ચાલતાં શીખે છે • કાંદો અને ગોળ રોજ ખવડાવવાથી બાળકની ઊંચાઈ વધે છે • દૂધ પીવડાવતાં પહેલાં ટામેટાનો એક ચમચી રસ પાવાથી, બાળકને થતી દૂધની ઊલટી મટે છે • હળદર નાખી ગરમ કરેલા દૂધમાં સહેજ મીઠું ને ગોળ નાખીને પાવાથી બાળકોની શરદી, કફ, અને સસણી મટે છે • લસણની એક કે બે કળી દૂધમાં સહેજ મીઠું ને ગોળ નાખીને પીવડાવવાથી બાળકોની શરદી, કફ અને સસણી મટે છે • લસણની એક કે બે કળી દૂધમાં પકાવી, ગાળી, દૂધ પાવાથી બાળકોની કાળી ઉધરસ (હડખી ઉધરસ) મટે છે • ધાણા અને સાકરને ચોખાના ઓસામણમાં પાવાથી બાળકોની ઉધરસ અને શ્વાસ મટે છે
• નાગરવેલનાં પાનને દિવેલ ચોપડી, સહેજ ગરમ કરી, નાના બાળકની છાતી પર મૂકી, ગરમ કપડાંથી હળવો શેક કરવાથી બાળકનો કફ છૂટો પડી જાય છે
• છાશમાં વાવડિંગનું ચૂર્ણ પાવાથી નાનાં બાળકોને કરમ મટે છે • મધમાં કાળીજીરીનું ચૂર્ણ ચટાડવાથી બાળકોના કરમ મટે છે.