શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો મોં-ગળાની બીમારી વિશે.
• ગળું આવી ગયું હોય તો સરકાના કોગળા કરવાથી મટે છે
• પાન ખાવાથી મોઢું આવી ગયું હોય તો મોઢામાં લવિંગ રાખવાથી મટે છે
• મધ સાથે પાણી મેળવીને કોગળા કરવાથી મોંની ચાંદી અને ગળાની બળતરા મટે છે
• ટંકણખારને પાણીમાં ઓગાળી કોગળા કરવાથી મોંની ચાંદી તથા જીભની ચાંદી મટે છે
• બાવળની છાલ ઉકાળીને કોગળા કરવાથી મોંની ચાંદી મટે છે
• ગરમ પાણીમાં હિંગ નાખી પીવાથી અવાજ બેસી ગયો હોય તો ખૂલશે
• પાકું દાડમ ખાવાથી અવાજ બેસી ગયો હોય તો ખૂલશે
• ગરમ કરેલા દૂધમાં થોડી હળદર નાખી પીવાથી ગળું બેસી ગયું હોય તો તે મટે છે
• ગળું બેસી ગયું હોય તો મીઠાના ગરમ પાણીથી કોગળા કરવાથી મટે છે
• રાત્રે શેકેલા ચણા ખાઈને ઉપર ગરમ પાણી પીવાથી અવાજ બેસી ગયો હોય તો ખૂલશે.