શારીરિક-માનસિક આધિવ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો લકવાની સમસ્યા અંગે.
• લકવો થયો હોય તો મધ સાથે લસણ પીસીને ચાટવાથી આરામ મળે છે.
• લસણની એક કળી ગળવાની શરૂઆત કરી, દરરોજ એક એક વધારતા જઈ, ચાળીસમા દિવસે ૪૦ કળીઓ ગળવી અને એ જ રીતે એક એક કળી ઓછી કરતા જઈ, બીજા ૪૦ દિવસ સુધી (કુલ ૮૦ દિવસ સુધી) કળીઓ ગળવાથી લકવો મટે છે.
• કૌચાંનાં બીજ ૧ કિલો લઈ, સાંજે પાણીમાં પલાળી બીજી સવારે તેનાં ફોતરાં ઉખાડીને તેનો ગર્ભ કાઢી તે ગર્ભ તડકામાં સૂકવી દો. સુકાયા બાદ તેનું ચૂર્ણ બનાવી, ત્રણ ગ્રામ ચૂર્ણ સાથે ૧ ગ્રામ અશ્વગંધાનું ચૂર્ણ મેળવી, રોજ સવારે ભૂખ્યા પેટે ગરમ દૂધ સાથે અને રોજ સાંજે જમ્યા પહેલાં ગરમ દૂધ સાથે લેવાથી લકવા તથા સંધિવાના દર્દીઓને ફાયદો થાય છે.