• વાળ ખરે તો દિવેલ ગરમ કરીને વારંવાર વાળ ઉપર લગાડવાથી ખરશે નહીં.
• માથા પર કાંદાનો રસ ઘસવાથી માંદગીમાં ખરી ગયેલા વાળ ફરી ઊગે છે.
• આમળાં, કાળા તલ, ભાંગરો અને બ્રાહ્મી સરખે ભાગે લઈ, વાટીને પાવડર બનાવી રોજ સવાર-સાંજ ફાકવાથી સફેદ વાળ કાળા થાય છે.
• ખાંડ અને લીંબુનો રસ ભેગાં કરી માથું ધોવાથી જૂ ને ખોડો મટે છે.
• ચણાને છાશમાં પલાળીને, ચણા એકદમ પોચા થાય ત્યારે માથા ઉપર મસળીને બે કલાક પછી માથું ધોવાથી જૂ અને ખોડો મટે છે.
• તલનાં ફૂલ, ગોખરું અને સિંધવને કોપરેલમાં અથવા મધમાં નાંખી તેનો લેપ કરવાથી માથાની ટાલ મટે છે.
• પાશેર કોપરેલમાં ખોબો ભરીને મહેંદીના પાન ઉકાળવાં. તે તેલ રોજ માથામાં લગાડવાથી વાળ વધે છે અને કાળા પણ થાય છે.