દાદીમાનું વૈદુંઃ વાળની માવજત

Saturday 30th January 2021 04:07 EST
 
 

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો અંતર્ગત આ સપ્તાહે જાણે વાળની માવજત વિશે...

• વાળ ખરે તો દિવેલ ગરમ કરી વારંવાર વાળ ઉપર લગાડવાથી વાળ ખરશે નહીં.
• માથા પર કાંદાનો રસ ઘસવાથી માંદગીમાં ખરી ગયેલા વાળ ફરી ઊગે છે.
• આમળાં, કાળા તલ, ભાંગરો અને બ્રાહ્મી સરખે ભાગે લઈ, વાટીને પાવડર બનાવી, રોજ સવાર-સાંજ ફાકવાથી સફેદ વાળ કાળા થાય છે.
• ખાંડ અને લીંબુનો રસ બંને ભેગા કરી માથું ધોવાથી જૂ અને ખોડો મટે છે.
• ચણાને છાશમાં પલાળીને, ચણા એકદમ પોચા થાય ત્યારે, માથા ઉપર મસળીને બે કલાક પછી માથુ ધોવાથી જૂ અને ખોડો મટે છે.
• તલના ફૂલ, ગોખરુ અને સિંધવને કોપરેલમાં અથવા મધમાં નાખી તેનો લેપ કરવાથી માથાની ટાલ મટે છે.
• પાશેર કોપરેલમાં ખોબો ભરીને મેંદીના પાન ઉકાળવા. આ તેલ રોજ ચોળીને માથામાં લગાડવાથી માથાના વાળ ખૂબ વધે છે અને કાળા પણ થાય છે.
• કાંદાનો રસ માથામાં ભરવાથી જૂ મરી જાય છે.
• લીમડાના પાનને પાણીમાં વાટીને, તે પાણીથી માથું ધોવાથી માથાનો ખોડો મટે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter