દાદીમાનું વૈદુંઃ શરદી

Sunday 17th November 2019 05:07 EST
 
 

• ગરમ રેતીનો શેક કરવાની શરદી મટે છે.

• ગરમાગરમ ચણા સૂંઘવાથી શરદી મટે છે.

• સૂંઠ, કાળાં મરી અને તુલસીનાં પાનનો ઉકાળો પીવાથી શરદી મટે છે.

• નાગરવેલનાં બે-ચાર પાન એકદમ ચાવીને ખાવાથી શરદી મટે છે.

• રાત્રે સૂતી વખતે ગરમ પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી શરદી મટે છે.

• આદુંનો રસ અને મધ એક એક ચમચી સવાર-સાંજ પીવાથી શરદી મટે છે.

• રાઈને વાટી મધમાં મેળવીને ખાવાથી શરદી મટે છે.

• ફૂદીનો અને આદુંનો ઉકાળો પીવાથી શરદી મટે છે.

• અજમાને વાટી તેની પોટલી બનાવીને સૂંઘવાથી શરદી મટે છે.

• ગરમ દૂધમાં મરીની ભૂકી અને સાકર નાંખીને પીવાથી શરદી મટે છે.

• મરી, તજ અને આદુંનો ઉકાળો પીવાથી શરદી મટે છે.

• લીંબુના રસમાં આદુંનું કચુંબર અને સિંધવ નાંખીને પીવાથી શરદી મટે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter