• શીતળાનો રોગચાળો ચાલતો હોય ત્યારે આમલીનાં પાન અને હળદર ઠંડા પાણીમાં પીવાથી શીતળા નીકળવાનો ભય રહેતો નથી. • હળદર અને કાથાનું બારીક ચૂર્ણ શીતળાના જામી ગયેલા ઘા પર ભભરાવાથી ફાયદો થાય છે. • ધાણા અને જીરું રાત્રે પલાળી રાખી, સવારે મસળી, ગાળી, તેમાં સાકર નાખી ચાર પાંચ દિવસ પીવાથી શીતળા પછીની શરીરમાં થયેલી ગરમી નીકળી જાય છે. • શીતળા નીકળે ત્યારે ધાણા પાણીમાં પલાળી રાખી, મસળી, ગાળી તેના વડે આંખો ધોવાથી આંખોમાં શીતળા નીકળતા નથી. • શીતળા નીકળે ત્યારે સોપારીનો બારીક ભૂકો પાણી સાથે પીવાથી શીતળાનું ઝેર સહેલાઈથી નીકળી જાય છે અને વેદના ઓછી થાય છે.