દાદીમાનું વૈદુંઃ સોજો-મૂઢમાર

Wednesday 20th November 2019 05:28 EST
 
 

• કડવા લીમડાના પાન બાફીને સાધારણ ગરમ હોય ત્યારે સોજા પર બાંધવાથી સોજો ઊતરે છે.

• લવિંગ વાટીને તેનો લેપ સોજા પર ચોપડવાથી સોજો ઊતરે છે.

• રાઈ અને સંચળ વાટીને લેપ કરવાથી સોજો ઊતરે છે.

• હળદર અને કળી ચૂનાનો લેપ કરવાથી મૂઢમારનો સોજો ઊતરે છે.

• હળદર અને મીઠાનો લેપ કરવાથી વાગવા કે મચકોડાવાથી આવેલો સોજો મટે છે.

• તલ અને મૂળા ખાવાથી સોજો મટે છે.

• મૂળાનાં પાનનો રસ પીવાથી સોજો મટે છે.

• તાંદળજાના પાનનો લેપ કરવાથી સોજો મટે છે.

• ધાણાને જવના લોટની સાથે મેળવીને તેનો લેપ કરવાથી સોજો મટે છે.

• આમલીનાં પાન અને સિંધવ-મીઠું વાટી તેનો ગરમ લેપ સોજા ઉપર કે ઝલાઇ ગયેલા સાંધા પર ચોપડવાથી સોજો ઊતરે છે.

• મૂઢમાર કે મરડાયેલા હાડકાં પર આમલી કે આવળનાં પાનનો લેપ ગરમ કરી લગાવવાથી સોજો ઉતરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter