શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો સોજો-મૂઢમારની સમસ્યા વિશે.
• મૂઢમાર કે મરડાયેલા હાડકા પર આમલી ને આવળના પાનનો લેપ ગરમ કરી લગાવવાથી સોજો ઊતરે છે
• શિંગોડાની છાલ ઘસીને લેપ કરવાથી સોજો ને દુખાવો મટે છે
• લસણ, હળદર અને ગોળને મેળવીને તેનો લેપ મૂઢમાર પર કરવાથી આરામ મળે છે
• સરસિયા કે તલના તેલમાં થોડો અજમો નાખી તેલ ગરમ કરી તેલનું સંધિવાના સોજા પર માલિસ કરવાથી આરામ થાય છે
• મીઠું લસોટીને ચોપડવાથી સોજો ઊતરી જાય છે
• તુલસીના પાનને પીસીને સોજા પર લગાડવાથી સોજો ઊતરી જાય છે
• જાયફળને સરસિયાના તેલમાં મેળવીને સાંધાઓના સોજા પર લેપ કરવાથી જકડાયેલા સાંધા છૂટા પડી સોજો મટે છે.
• મૂઢમાર કે મોચ પર લોહચુંબકનો સાઉથ પોલ મૂકવાથી તરત જ આરામ થાય છે અને લોહચુંબક લાકડી જેવું બ્લોક આકારનું હોવું જોઈએ અને નોર્થ પોલ શરીરના બીજા ભાગને અડે નહિં તેની કાળજી લેવી