શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો...
• લસણ પીસીને દૂધમાં પીવાથી લોહીનું દબાણ, બ્લડપ્રેશરમાં ખૂબ ફાયદો થાય છે. લસણ બ્લડપ્રેશરની રામબાણ દવા છે.
• બે ચમચી મધમાં એક ચમચી લીંબુનો રસ મેળવી સવારસાંજ પીવાથી બ્લડપ્રેશર ઓછું થાય છે.
• એલચીદાણા અને પીપરીમૂળ સરખે ભાગે લઈ ઘી સાથે રોજ ખાવાથી હૃદયરોગ મટે છે.
• આદુંનો રસ અને પાણી સરખે ભાગે મેળવીને પીવાથી હૃદયરોગ મટે છે. હૃદયના રોગીએ ગાજરનો રસ નિયમિત પીવો. તેનાથી હૃદય મજબૂત બને છે અને હૃદયની કાર્યશક્તિ વધે છે.
• હૃદયનો દુખાવો ઊપડે ત્યારે તુલસીનાં આઠદસ પાન અને બેત્રણ કાળાં મરી ચાવી જવાથી જાદુ જેવી અસર થઈ દુખાવો મટે છે.