ધૂમ્રપાન કરતાં સ્થૂળતાથી કેન્સરનું જોખમ વધુ

Wednesday 31st July 2019 06:40 EDT
 
 

વોશિંગ્ટનઃ ધૂમ્રપાન કરતા લોકોની તુલનાએ સ્થૂળતાથી પીડાતા લોકોમાં કેન્સરનું જોખમ વધારે હોય છે. આ દાવો કેન્સર રિસર્ચ યુકેના અભ્યાસમાં કરવામાં આવ્યો છે. વિજ્ઞાનીઓના મતે મેદસ્વીતાથી ૧૩ પ્રકારના કેન્સર થઈ શકે છે.
અભ્યાસમાં જણાવાયું છે કે બ્રિટનમાં વર્ષે આંતરડાના કેન્સરના લગભગ ૧૯૦૦ કેસ આવે છે જેમાં મોટાભાગનું કારણ વધુ વજન હોય છે. આ પેટર્ન કિડની (૧૪૦૦), ઓવરી (૪૬૦) અને લીવર (૧૮૦)ના કેન્સરમાં દેખાય છે.
અભ્યાસના ચીફ રિસર્ચર મિશેલના મતે શરીરમાં હાજર વધારાની ફેટ કોશિકાઓને વારંવાર તૂટવા માટે સંકેત મોકલતું રહે છે. તેનાથી કોશિકાઓને નુકસાન થાય છે. આગળ વધીને તે કેન્સરનું કારણ બને છે. સંસ્થાએ તેના વિશે જાગૃતિ લાવવા માટે અભિયાન પણ ચલાવ્યું. અભિયાન દરમિયાન ધૂમ્રપાન અને મેદસ્વીતાની તુલના કરીને જણાવાય છે કે કેવી રીતે લોકો પોતાની ટેવમાં ફેરફાર કરીને સ્વસ્થ રહી શકે છે. મિશેલે કહ્યું કે તેનો ઉદ્દેશ ખાવાની તુલના ધૂમ્રપાન સાથે કરવાની નથી. તેમણે કહ્યું કે અમે ભાવિ પેઢીને ધૂમ્રપાનથી મુક્ત બનાવવામાં સફળ ભલે થયા, પણ મેદસ્વીતાની મહામારી અટકાવી શક્યા નથી. તેનો અંત આણવા સરકારી દખલની જરૂર છે નહીં તો સમસ્યા કાબૂ બહાર થઈ જશે.
મિશેલના મતે હાલના માહોલમાં સ્વસ્થ રહેવું એક મોટો પડકાર છે. તેના માટે સરકારે જ આકરાં પગલાં ભરવા પડશે. સાથે જ લોકોને પણ પોતાના સ્તરે તેને રોકવાની જવાબદારી ઉપાડવી પડશે. ખાણી-પીણીની ટેવને બદલી, જંક ફૂડને બદલે સ્વસ્થ વિકલ્પ પસંદ કરવા પડશે. કસરત અને અન્ય ઉપાયો અપનાવી કેન્સરના જોખમને ઘટાડી શકાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter