અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી નિધિ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ એટલે બેસ્ટ ક્વોલિટી હેલ્થકેર સર્વિસનું સરનામું કહી શકાય. કન્સલટન્ટ ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ અને લેપ્રોસ્કોપીક સર્જન ડો. સુનીલ પોપટ (MS, FRCS (Edin.), FIAGES, FICS (US), FAIS, FALS, FMAS, EFIAGES, FAGIE) દ્વારા 2008માં સ્થપાયેલી નિધિ હોસ્પિટલ NABH અને ISO 9001 2015 એક્રેડિટેશન ધરાવે છે. દેશની બહુ જૂજ હોસ્પિટલ આવી સિદ્ધિ ધરાવે છે. ઉત્કૃષ્ટ ક્વોલિટીને લઈને આજે ભારતભરમાં તેની ગણના થાય છે.
ડો. સુનીલ પોપટ છેલ્લા 26 વર્ષથી સર્જન તરીકે કાર્યરત છે. અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાંથી MBBS અને MS કર્યા બાદ વધુ અભ્યાસ અર્થે તેમણે યુકે, આયર્લેન્ડ જર્મની, ઓસ્ટ્રિયા તથા યુએસમાં ગેસ્ટ્રોએન્ટ્રોલોજી તથા લેપ્રોસ્કોપીક સર્જરીની સઘન ટ્રેનિંગ મેળવી છે.
26 વર્ષથી ડો. સુનીલ પોપટ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી, લેપ્રોસ્કોપીક સર્જરી, એન્ડોસ્કોપી તથા ઓબેસિટી સર્જરીની પ્રેક્ટિસ કરે છે. ગુજરાત ઉપરાંત દેશના બીજા રાજ્યોમાંથી અનેક દર્દી તેમની પાસે સારવાર લેવા નિધિ હોસ્પિટલમાં આવે છે. યુએસ, યુરોપ, કેનેડા અને ઓસ્ટ્રેલિયાથી ઘણાં NRI પેશન્ટ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી તથા લેપ્રોસ્કોપીક સર્જરીને લગતાં રોગો માટે ડો. સુનીલ પોપટની સારવાર લે છે. તો કેન્યા, ટાન્ઝાનિયા, યુગાન્ડા, રવાન્ડા, મોઝામ્બિક, મલાવી તથા કોંગો જેવા આફ્રિકન દેશોમાંથી પણ ઘણાં દર્દી કોમ્પ્લિકેટેડ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી પ્રોબલેમ્સ માટે નિધિ હોસ્પિટલ આવે છે.
ડો. સુનીલ પોપટે લેપ્રોસ્કોપીક સર્જરી માટે FIAGES, FALS તથા FMAS જેવી ફેલોશીપ મેળવી છે. આ ઉપરાંત જીઆઈ એન્ડોસ્કોપી માટે તેમણે EFIAGES તથા FAGIE જેવી ફેલોશીપ મેળવેલ છે. એસોસીએશન ઓફ સર્જન્સ ઓફ ઈન્ડિયાની પ્રેસ્ટિજિયસ ફેલોશીપ FAIS પણ તેમને મળેલી છે.