નિષ્ફળતા બાળકો માટે સારી હોય છે!

Monday 16th October 2023 06:29 EDT
 
 

લંડન: આજકાલના પેરેન્ટ્સ બાળકોને જરૂર વિના જ તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહ્યા છે. જ્યારે હંમેશા સારા રેન્ક મેળવવા માટે દબાણ પણ કરતા રહે છે. આ જ રીતે હેલિકોપ્ટર પેરેન્ટિંગથી બાળકો ચિંતા અને ડિપ્રેશનનો ભોગ બની રહ્યા છે પણ તાજેતરમાં થયેલા એક રિસર્ચમાં સામે આવ્યું કે નિષ્ફળતા બાળકો માટે સારી હોય છે. આ નિષ્ફળતાને બાળકો કઈ રીતે અપનાવે છે તે અંગે ચાઈલ્ડ માઇન્ડસેટના ક્લિનિકલ સાઈકોલોજિસ્ટ ડેવિડ એન્ડરસન કહે છે કે બાળકો માટે નિષ્ફળતા ખૂબ જ કોમન હોય છે.
બાળકોની ક્ષમતાઓને પારખ્યા વિના તેમને જજ કરવાની ટેવથી તે માનસિક રોગી બની રહ્યા છે. પરિણામે તે ફેલ થવાથી ડરવા અને મજબૂત રીતે મુકાબલો કરવાની જગ્યાએ તેનાથી બચતા દેખાય છે. આ માટે બાળકોથી તકલીફ દૂર કરવા પર ધ્યાન આપવું જોઇએ. જ્યારે બાળક ફેલ થઇને ઘરે આવે તો તેની સાથે થોડોક સમય વીતાવો, જેથી તમે તેની પ્રતિક્રિયા જાણી શકો. તાત્કાલિક સજા કે તેની નિષ્ફળતા તમને કેવો અનુભવ કરાવે છે તેની અભિવ્યક્તિની જગ્યાએ તેના વિચારોને જાણો. નિષ્ફળતા શું શીખવે છે તેની જગ્યાએ બાળકે કેવો દેખાવ કર્યો તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાથી નક્કી માનસિકતા પેદા થાય છે. દોષારોપણના ખેલથી બચો. સંઘર્ષને દૂર કરવા માટે જાણ્યા વિના મદદ માટે હાથ ન લંબાવશો. જો તમે જુઓ છો કે બાળકને કોઈ પ્રોજેક્ટમાં તક્લીફ પડી રહી છે કે પછી તે અસમર્થ અનુભવી રહ્યો છે તો બસ દૂરથી જુઓ. તેને પ્રયાસ કરવા દો.
બાળકને સંઘર્ષથી બચાવો નહીં, પડખે ઊભાં રહો
એન્ડરસર કહે છે કે નાના બાળકો માટે એ મહત્વપૂર્ણ હોય છે કે તમે તેને સંઘર્ષ કરતો જૂઓ છો. સમસ્યાઓના સમાધાન માટે સમજ્યાં વિચાર્યા વિના તેની મદદ ન કરો. થોડીક ક્ષણ રાહ જૂઓ. એવું કરવું ખરેખર તેને મદદરૂપ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter