એમ્સટરડમઃ દુનિયાભરમાં ભલે ઇચ્છામૃત્યુના મામલે મતભેદ પ્રવર્તતા હોય, નેધરલેન્ડ આ મુદ્દે પોતાની રીતે જ આગળ વધી રહ્યો છે. યૂથનેશિયા એટલે કે ઈચ્છામૃત્યુને મંજૂરી આપનાર વિશ્વના પ્રથમ દેશ નેધરલેન્ડ્સે હવે બાળકોને પણ ઈચ્છામૃત્યુની મંજૂરી આપી છે. સગીરોને પણ ઈચ્છામૃત્યુની મંજૂરી આપનાર બેલ્જિયમ પ્રથમ દેશ હતો. અહીં 17 વર્ષના એક કિશોરને ડોક્ટરની મદદથી ઈચ્છામૃત્યુ આપવામાં આવ્યું હતું, ત્યારે પણ આ મુદ્દો ચર્ચાના ચકડોળે ચઢ્યો હતો. હવે નેધરલેન્ડ્સમાં એક વર્ષથી 12 વર્ષ સુધીના બાળકોને પણ જરૂર પડે ઈચ્છામૃત્યુની મંજૂરી આપી શકાય છે. પહેલી એપ્રિલ 2022ના રોજ નેધરલેન્ડ્સે ઈચ્છામૃત્યુને કાનૂની અધિકાર સાથે માન્યતા આપી હતી. નેધરલેન્ડ્સ બાદ ઈચ્છામૃત્યુને મંજૂરી આપનાર બેલ્જિયમ બીજો દેશ હતો. એ પછી ઓસ્ટ્રેલિયાના કેટલાક રાજ્ય અને કોલંબિયાએ પણ ઈચ્છામૃત્યુને મંજૂરી આપી હતી.