ન્યૂ યોર્ક: પુરુષો કરતાં મહિલાઓનું આયુષ્ય લાંબુ હોય છે તેવું તો અનેક અભ્યાસોમાં જાણવા મળ્યું છે પરંતુ આની પાછળનું વૈજ્ઞાનિક કારણ શું છે તે હવે બહાર આવ્યું છે. આ સંશોધન કરનાર યુનિવર્સિટી ઓફ સધર્ન ડેન્માર્કના એસોસિએટ પ્રોફેસર ઓફ ડેમોગ્રાફી વર્જિનિયા ઝારુલી કહે છે કે દુનિયાભરની સ્ત્રીઓની સરેરાશ ઉંમર પુરુષો કરતા વધારે છે. આ પાછળ બે મોટા કારણો માનવામાં આવે છે અને આ બંને કારણો બાયોલોજિકલ છે.
તેઓ કહે છે કે પ્રથમ કારણ સેક્સ હોર્મોન્સમાં અંતર છે. સામાન્ય રીતે જન્મેલી મહિલા પુરુષના જન્મ કરતાં વધારે એસ્ટ્રોજન અને ઓછા ટેસ્ટોસ્ટેરોન ઉત્પન્ન કરે છે. એસ્ટ્રોજનને કારણે મહિલાઓને અનેક રોગોથી રક્ષણ મળે છે. તેમાં હાર્ટને લગતી બીમારીઓ પણ છે. જયારે ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધારે હોય છે તો કેટલાક રોગો થવાનું જોખમ વધે છે. ઉદાહરણ તરીકે, સ્ત્રીઓમાં સ્તન કેન્સર અને પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સર. ટેસ્ટોસ્ટેરોનના કારણે, કેટલાક લોકો તરુણાવસ્થામાં મૃત્યુ પણ પામે છે.
વર્જિનિયાએ કહ્યું કે બીજું કારણ કેટલાક આનુવંશિક ઘટકો છે, જે આયુષ્ય નક્કી કરવામાં નોંધપાત્ર ફાળો આપે છે. મનુષ્યની અંદર બે જાતિના ક્રોમોસોમ્સ હોય છે - X અને Y. જન્મથી સ્ત્રીઓમાં XX ક્રોમોસોમ્સ હોય છે. જયારે પુરુષમાં YY ક્રોમોસોમ્સ હોય છે. મહિલાઓના X ક્રોમોસોમ્સમાં વધારાની આનુવંશિક સામગ્રી હોય છે, જે તેમને ખરાબ પરિવર્તનથી સુરક્ષિત કરે છે. આ બાબત સ્ત્રીઓને પુરુષો કરતા એક કદમ આગળ રાખે છે. જો એક ક્રોમોસોમ્સ ખરાબ પરિવર્તનનો શિકાર બને છે, તો પણ બીજો ક્રોમોસોમ્સ મહિલાઓને સુરક્ષિત રાખીને આયુષ્ય પ્રદાન કરે છે.
વર્ષ ૨૦૧૮માં નેશનલ એકેડેમી ઓફ સાયન્સિસ જર્નલ પ્રોસીડિંગ્સમાં એક અભ્યાસ પ્રકાશિત થયો હતો. જે અનુસાર, કુદરતી આપત્તિઓ, દુષ્કાળ, રોગચાળા દરમિયાન જન્મેલી છોકરીઓ છોકરાઓ કરતા લાંબું જીવે છે. તેઓની રોગપ્રતિકારક શક્તિ વધુ હોય છે. જો આવી આપત્તિઓ દરમિયાન જન્મેલી છોકરીઓ ટકી રહે છે, તો તેઓ તેમની સાથેના છોકરાઓ કરતાં ચારથી પાંચ વર્ષ લાંબું જીવત છે.
સ્ત્રીઓ પોષક આહાર પર વધુ ધ્યાન આપે છે, જયારે પુરુષો આ બાબતમાં નબળા છે. તે ઘણા બધા ફાસ્ટ ફૂડ અને ચરબીયુક્ત ભોજન લે છે. આ વિશેનો એક અભ્યાસ ગત વર્ષે પ્રકાશિત થયો હતો. આમાં લખ્યું હતું કે બીમારીના સંજોગોમાં સરેરાશ ૩૩ ટકા મહિલાઓ ડોક્ટર પાસે જાય છે. જયારે પુરુષો નથી જતા. બીજી બાજુ, પુરુષો મહિલાઓ કરતાં વધુ આલ્કોહોલનું સેવન કરે છે અને ધૂમ્રપાન કરે છે. આ પણ સરવાળે તેમનું આયુષ્ય ઘટાડે છે.