આપણા આખા શરીરમાં રક્તવાહિનીઓના જાળાં પથરાયેલાં છે પરંતુ, શું તમે જાણો છો કે શરીરમાં કુલ લોહીનું વજન શરીરના કુલ વજનના લગભગ ૮થી ૧૦ ટકા જેટલું હોય છે. તમે સ્કેલ પર વજન માપો ત્યારે તમને તેનો આંકડો શરીરની ચરબી અને સ્નાયુનો બનેલો હોવાનો વિચાર આવે તે સ્વાભાવિક છે. સરેરાશ વયસ્ક વ્યક્તિના શરીરની રક્તવાહિનીઓમાં ૧.૨ ગેલન (૪.૫૪ લીટર)થી ૧.૫ ગેલન (૫.૬૭ લીટર) લોહીનો જથ્થો વહે છે. જોકે, જન્મસમયે ૫ (૨.૨૬ કિ.ગ્રામ) થી ૮ પાઉન્ડ (૩.૬૨ કિ.ગ્રામ)ના વજન સાથેના નવજાત બાળકના શરીરમાં લોહીનો જથ્થો નહિવત્ એટલે કે કિલોગ્રામ વજનદીઠ ૭૦થી ૮૦ મિલિગ્રામ અથવા તો ૧ લીટરથી ઓછો (૦.૨ લીટર) જેટલો હોય છે.
આરોગ્યની સંભાળની મજેદાર ટીપ
જીવનશૈલીમાં પરિવર્તન સારી વાત છે પરંતુ, રાતોરાત કોઈ ફેરફાર, આહારશૈલીમાં બદલાવ કે સ્વભાવને ચેન્જ કરવાનું વિચારશો નહિ. દરેક સપ્તાહે અથવા મહિને થોડો થોડો ફેરફાર કરો અને તમારી મંઝિલ સુધી પહોંચો. નવું ફૂડ ટ્રાય કરો અથવા ભોજનમાં કોળિયાની સાઈઝ પણ બદલો અને તમારા શરીરને આ ફેરફાર સાથે અનુકૂળ થવાની પણ તક આપો તે સારું રહેશે