આપણા શરીરમાં પાણીનું ખાસ મહત્ત્વ છે કારણકે તે શરીર માટે એન્જિન ઓઈલ જેવું કાર્ય કરે છે. પાણી વિના આપણે લાંબો સમય જીવી શકીએ નહિ. વિમાનમાં પ્રવાસ કરવા દરમિયાન આપણું શરીર ૮ ટકા જેટલું પાણી ગુમાવે છે.
અંકુશિત હવામાનના વાતાવરણમાં ભેજ (Humidity)નું પ્રમાણ ૧૦થી ૧૫ ટકા જેટલું નીચું રહે છે જે સહારાના રણની સરખામણીએ ત્રણ ગણું સુકું હોય છે. ઓક્સિજન ઓછો હોય અને ભેજનું પ્રમાણ ઓછું હોય તેવા વાતાવરણમાં લાંબો સમય વીતાવવાથી તમારા શરીરમાં પાણીનું પ્રમાણ ઘટે છે એટલે કે ડીહાઈડ્રેશન થાય છે. એમ કહેવાય છે કે સરેરાશ ૧૦ કલાકની ફ્લાઈટમાં પુરુષો શરીરમાંથી આશરે ૨ લિટર અને સ્ત્રીઓ આશરે ૧.૬ લિટર પાણી ગુમાવે છે.
આથી, હવે તમે જ્યારે પણ વિમાન પ્રવાસ કરો ત્યારે પાણી પીવાનું અવશ્ય રાખશો અને સુરક્ષિત પ્રવાસ કરજો.
આરોગ્ય સંભાળ
તમે નિયમિત ઉપયોગ કરો છો તેવા તમારા ફોન, માઉસ, કીબોર્ડ અને અન્ય ઉપકરણો પર હજારો જંતુઓનો વાસ હોય છે જેનાથી તમે ખરેખર બીમાર પડી શકો છો. તમારા આ ઉપકરણોને દરરોજ જંતુમુક્ત કરવાની કાળજી લેશો.