શું તમે જાણો છો કે એકમાત્ર મધ એવો ખાદ્યપદાર્થ છે કે જે કદી બગડ્યા વિના હંમેશાં લાંબા સમય માટે ખરેખર રહી શકે છે? આપણી પ્રકૃતિમાતા રહસ્યમયી છે અને તેના અનેક અકલ્પનીય રહસ્યોમાં મધ પણ એક રહસ્ય છે. જ્યારે મધમાખીઓ પુષ્પોનાં અમૃતનું રસપાન કરે છે ત્યારે મધમાખીમાં રહેલા એન્ઝાઈમ્સનું તે અમૃત સાથે સંમિશ્રણ થાય છે અને આપણને કુદરત દ્વારા નિર્મિત શુદ્ધ અને સ્વાદિષ્ટ મધ પ્રાપ્ત થાય છે. એમ મનાય છે કે ભૂગર્ભમાં સિરામિક બરણીમાં સંગ્રહાયેલું મધ મળી આવ્યું હતું અને તે વિશ્વનું સૌથી પ્રાચીન અથવા તો આશરે ૫,૫૦૦ વર્ષ અગાઉ સંગ્રહ કરાયેલું મધ છે.
આરોગ્યની સંભાળની મજેદાર ટીપ
તમારી સુંદર સવારનો આરંભ હુંફાળા ગરમ પાણી અને લીંબુના રસભરેલા ગ્લાસમાં એક ચમચી મધ રેડીને પીવા સાથે કરો. આ મિશ્રણ વજન ઘટાડવામાં, રોગપ્રતિકાર શક્તિ (ઈમ્યુનિટી) વધારવામાં, શરીરને ઝેરીલા તત્વોથી મુક્તિ અપાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તે આપણી ત્વચા માટે પણ સારું છે અને વાગેલા ઘા કે ઈજાને ઝડપથી મટાડે છે.