કેટલાક પુખ્ત વયના લોકોને બપોરે ઝોકાં આવી તાં હોય છે. બપોરની આ નાનકડી ઝપકી ખાવાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટી શકે છે એમ તાજેતરમાં હાથ ધરાયેલા સંશોધનમાં જોવા મળ્યું છે. અઠવાડિયામાં બે વાર બપોરનું ઝોકું ખાનારા વ્યક્તિઓમાં હાર્ટ એટેક કે સ્ટ્રોકનું જોખમ ઘટી જાય છે. જેમણે સપ્તાહમાં બે વાર બપોરે ઊંઘ લીધી હતી તેવી વ્યક્તિઓમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ૪૮ ટકા ઘટી ગયું હતું. અનિદ્રાને પગલે વ્યક્તિઓમાં એથોરસ્કેલરોસિસિનું જોખમ વધી જાય છે. જે ધમનીઓમાં તકતીનું નિર્માણ કરે છે. વૈજ્ઞાનિકો કહે છે કે આઠ કલાકની ઊંઘ લેનારાઓ કરતા બપોરના સમયે ઝોકું ખાનારાઓમાં હાર્ટ એટેક અથવા સ્ટ્રોકની શક્યતા અડધી થઈ જાય છે.
સંશોધકારોના મતે અઠવાડિયામાં એક કે બે વાર બપોરે જે લોકો ઊંઘ આવી જાય છે તેની સરખામણીએ જેઓ બપોરે ક્યારેય ઊંઘ લેતા નથી તેવા લોકોમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ૫૦ ટકા નોંધાયું છે. સ્વિત્ઝરલેન્ડના લુઝાનેની યુનિવર્સિટી હોસ્પિટલની સંશોધન ટીમે સરેરાશ ૩૫ વર્ષથી ૭૫ વર્ષની વયના ૩૪૦૦ લોકો પર નેપિંગ પરિવર્તન અને સરેરાશ નિદ્રાનો સમય નોંધવા સાથે પાંચ વર્ષ સુધી નજર રાખી હતી. આ સર્વેના પ્રમુખ ડો. નાડિન હૌસલેએ જણાવ્યું હતું કે ટીમે સંભવિત પરિબળોનો હિસાબ કરીને આ તારણ કાઢ્યું છે. આ સંશોધનમાં હાઈ બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ જેવા કાર્ડિયોવાસ્કયુલર રોગના
જોખમો તેમ જ અન્ય બાબતોની પણ નોંધ કરવામાં આવી હતી.