ન્યૂ યોર્કઃ એક અભ્યાસમાં કહેવાયું છે કે, બાળકો માતા કરતાં પિતા સાથે વધુ સુખદ પળો માણે છે. જેના કારણ સ્વરૂપે જણાવાયું હતું કે માતા બાળકોને તેમના કામ વિશે વધુ ટકોર કરતી હોય છે અને કડક રીતે વર્તે છે. બીજી તરફ પુરુષો પોતાના બાળકો સાથે ઓછો સમય વિતાવતા હોવાથી તેને તણાવમાંથી મુક્ત રાખી ઇચ્છા પૂરી કરવા માટે તૈયારી બતાવે છે.
બાળકોના પોષણના કાર્યમાં માતાઓ પિતા કરતાં વધુ તાણ અનુભવે છે. જોકે, અભ્યાસમાં દરેક માતા-પિતા વચ્ચે આ ગેપ જોવા મળ્યો નહોતો પરંતુ મોટા ભાગના કપલ વચ્ચે અંતર જોવા મળ્યું હતું. દરમિયાન એવું પણ કહેવાયું છે કે, બાળકો દ્વારા સમગ્ર દિવસ દરમિયાન પિતા કરતાં માતાને વધુ બોલાવવામાં આવે છે. બાળકો દ્વારા મતા કરતા પિતાની ઊંઘ વધુ બગાડવામાં આવે છે. ૨૦૧૦, ૨૦૧૨ અને ૨૦૧૩ના અમેરિકન ટાઇમ યૂઝ સર્વેમાં ૧૨,૦૦૦થી વધુ પેરન્ટનો સમાવેશ કરાયો હતો. અભ્યાસકારોએ આનંદિત પ્રવૃત્તિ કરતા માતા અને પિતાના કાર્યોના પ્રકારનો અભ્યાસ કર્યો હતો. આ દરમિયાન જાણવા મળ્યું કે, માતા અને પિતા દ્વારા પોષણના પ્રકાર જ નહીં પરંતુ આજુબાજુના વાતાવરણમાં પણ ઘણો ફેર જોવા મળ્યો હતો.