લંડનઃ આનુવંશિક રીતે જોખમ ધરાવતાં બાળકોને જંતુઓ લાગે નહિ તેવાં ભયથી તેમને અતિ સ્વચ્છ રાખવાની ઘેલછા તેમનામાં ન્યૂકેમિયા નોંતરી શકે તેવી ચેતવણી નિષ્ણાતોએ આપી છે. જંતુમુક્ત વાતાવરણમાં ઉછરેલાં ઉંદરોને સામાન્ય વાતાવરણમાં ખુલ્લાં છોડાયા તો તેમને લ્યૂકેમિયાનો રોગ થયો હતો.
બાળપણમાં થતો લ્યૂકેમિયા મોટા ભાગે નિવારી શકાય તેવો હોય છે. બાળપણનો લ્યૂકેમિયા સમૃદ્ધ સમાજમાં સામાન્યપણે જોવા મળે છે. જે બાળકોમાં એક્યુટ લીમ્ફોબ્લાસ્ટિક લ્યૂકેમિયા (ALL) થવાનું જનીનિક જોખમ હોય તેઓને સામાન્ય બેક્ટેરિયા અને વાઈરસથી મુક્ત વાતાવરણમાં રખાય તો પાછળથી આ રોગ થવાનું જોખમ રહે છે. સંશોધકોએ વિવિધ અભ્યાસોનું વિશ્લેષણ કરીને આ તારણ કાઢ્યું હતું.
અગાઉના સંશોધનમાં પણ જણાવાયું હતું કે જે બાળકો નર્સરીમાં જાય છે તેઓને ALL થવાનું જોખમ ૩૦ ટકા ઓછું થવાની શક્યતા રહે છે કારણકે અન્ય બાળકો દ્વારા લાગતા ચેપથી તેમની ઈમ્યુન સિસ્ટમ મજબૂત બને છે. ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ કેન્સર રિસર્ચ, લંડનના અગ્રલેખક મેલ ગ્રીવ્ઝના કહેવા અનુસાર ALL મુખ્યત્વે જૈવિક કારણ છે અને જેમની રોગપ્રતિરોધક સિસ્ટ્મ્સ સારી રીતે વિકસી ન હોય તેવા બાળકોમાં વિવિધ પ્રકારના ચેપથી તે સક્રિય બને છે.
યુકેમાં દર વર્ષે આશરે ૮૩૦ વધુ લોકો એક્યુટ લીમ્ફોબ્લાસ્ટિક લ્યૂકેમિયાની અસર હેઠળ આવે છે અને બાળકોમાં લ્યૂકેમિયા સૌથી સામાન્ય પ્રકાર છે. જોકે, સૌથી મોટી બાબત એ છે કે બાળપણના સૌથી વધુ કેસ નિવારી કે અટકાવી શકાય તેવા હોય છે. નેચર રિવ્યૂઝ કેન્સર જર્નલમાં પ્રસિદ્ધ તારણો દર્શાવે છે કે ૨૦માંથી એક બાળક જીનેટિક વિકૃતિ સાથે જન્મ લે છે, જે તરફ દોરી શકે છે, પરંતુ એક ટકાથી ઓછાં બાળક બીમાર થાય છે.