વોશિંગ્ટનઃ કોઈ સમયે ફળોનું જ્યૂસ સંતુલિત બ્રેકફાસ્ટનો ભાગ હતા પણ હાલ તેની સ્થિતિ ઠીક નથી. અમેરિકી પીડિયાટ્રિક્સ એકેડમી (એપીએ)ની ભલામણો બાદ જ્યૂસમાં શુગર અને ચિંતા વ્યક્ત થવા લાગી છે.
એપીએનું કહેવું છે કે એક વર્ષ પૂરું થતાં પહેલા બાળકોને જ્યૂસ આપવાથી કોઈ ફાયદો થતો નથી. મોટા બાળકોએ પણ વજન વધવા અને દાંત ખરાબ થતા બચાવવા માટે ઓછી માત્રામાં જ્યૂસ લેવું જોઈએ.
ન્યૂ યોર્કની પ્રેસ્બિટેરિયન મોર્ગન સ્ટેનલી ચિલ્ડ્રન્સ હોસ્પિટલના બાળરોગ નિષ્ણાંત ડો. વાંડા એબરયૂ કહે છે કે બાળકો માટે ફળ જ શ્રેષ્ઠ છે. જ્યૂસમાં ફળ જેટલા જ વિટામિન અને પ્રાકૃતિક સુગર તો હોય છે, પણ તેમાં ફાઇબર નથી હોતા. ફાઇબરના કારણે સફરજન કે મોસંબીથી પેટ ભરાય છે. જ્યૂસથી ઓછું પેટ ભરાય છે. તેને ફળની તુલનાએ સરળતાથી વધારે લઇ શકાય છે. વળી, જ્યૂસની સાથે શુગર પણ ભારે માત્રામાં લોહીમાં ભળે છે. તેનાથી વજન વધવાની તકલીફ થઇ શકે છે. નાના બાળકો વધારે જ્યૂસ પીએ તો તેમના દાંત નબળાં બનશે. જોકે એબરયૂ એમ પણ કહે છે કે જો બાળકો ક્યારેક ક્યારેક જ્યૂસ પીએ તો ચિંતાની વાત નથી.
બાળ ન્યૂટ્રિશિયન નિષ્ણાંત ડો. મેટ હેમર જ્યૂસના બદલે ફ્રોજન કે કોઇ પણ જાતના કૃત્રિમ સ્વિટનર વગરના પેકેજ્ડ જ્યૂસ લેવાની સલાહ આપે છે.