લંડનઃ યુકેમાં હાથ ધરાયેલા એક સર્વે અનુસાર બ્લડ પ્રેશરની દવા આપવાની રીત બદલવામાં આવે તો હજારો દર્દીને હાર્ટ એટેકથી બચાવી શકાય એમ છે. સંશોધકોએ દસકાઓના સંશોધન અને સેંકડો દવાઓ પર પ્રયોગ કરીને આ તારણ કાઢ્યું છે. તેઓ કહે છે કે આ બાબતે આરોગ્ય વિભાગ દ્વારા આગામી દિવસોમાં નવા નિર્દેશ બહાર પડે એવી શક્યતા છે. અહેવાલ અનુસાર બ્લડ પ્રેશરની દવા આપવાની ખોટી પદ્ધતિના પગલે હજારો લોકોને હાર્ટ એટેકની શક્યતા વધી ગઈ હતી. જો આવી જ હાલત રહી તો ૭ લાખથી વધુ લોકો દવાના બંધાણી થઇ જશે.
લંડન સ્કૂલ ઓફ હાઈજીનના ડો. એમિલી હેરેટ કહે છે કે અમે અત્યાર સુધીના સંશોધનના આધારે તારણ કાઢ્યું છે કે જો દવા આપવાની રીત થોડીક બદલવામાં આવે તો દર્દીને હાર્ટ એટેકનું જોખમ ઘણાખરા અંશે ઘટાડી શકાય તેમ છે. જોકે આ બાબતે હજી વિશેષ સંશોધન ચાલી રહ્યું છે.
બ્લડ પ્રેશરની દવા આપવાની પદ્ધતિમાં ફેરફાર કરવાથી હાર્ટ એટેક, સ્ટ્રોકનું જોખમ ઘટી જાય છે. અમારું સંશોધન માત્ર હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ પર જ થયું છે, જ્યારે લો બ્લડ પ્રેશરના દર્દી પર સંશોધન બાકી છે.