લંડનઃ બ્રિટનની મહિલાઓ દારૂ પીવાના મામલે વિશ્વમાં ટોચ પર છે. અહીંની 26 ટકા મહિલાઓ મહિનામાં એક વખત તો જરૂર ડ્રિંક કરે છે. જોકે, દારૂ પીવાના મામલે પુરુષો આગળ છે, જેમની સંખ્યા 45 ટકા છે. નોંધનીય છે કે, દારૂ સેવનના સંદર્ભમાં રોમાનિયા અને ડેનમાર્ક પછીના ક્રમે છે. આલ્કોહોલ ચેન્જ યુકેના ચીફ એક્ઝિક્યુટિવ ડો. રિચાર્ડ પાઇપરે જણાવ્યું હતું કે, ‘સરકારે લોકોને દારૂના કારણે થતાં નુકસાનથી બચાવવા માટે પગલાં અમલમાં મૂકવાની જરૂર છે. જેમ કે દારૂની ખરીદી અને વેચાણ પર નિયંત્રણ, દારૂના ભાવમાં વધારો વગેરે.’ દારૂ પર આ પ્રકારના કડક નિયમો સ્કોટલેન્ડ અને વેલ્સમાં લાગૂ છે. આલ્કોહોલવાળા પીણાં પર ચેતવણીસૂચક લેબલિંગ અંગે પણ વિચારણ ચાલી રહી છે.
ઓઈસીડી રિપોર્ટમાં એ પણ જાણવા મળ્યું છે કે બ્રિટનમાં પુખ્ત વયના લોકોમાં અન્ય દેશો કરતાં વેપિંગની શક્યતા વધારે છે, પરંતુ ધૂમ્રપાનનો દર સરેરાશ કરતાં ઓછો છે. ઓઈસીડીની સરેરાશ 16 ટકાની સરખામણીમાં બ્રિટનના 12.7 ટકા લોકો ધૂમ્રપાન કરે છે. જોકે, સરેરાશ 3.2 ટકાની સરખામણીમાં, 20માંથી લગભગ એક પુખ્ત વયના (4.9 ટકા)એ જણાવ્યું હતું કે તેઓ નિયમિતપણે વેપિંગ કરે છે. એ જ રીતે યુરોપના 11 દેશોમાં કરાયેલા સર્વેમાં એવું પણ સામે આવ્યું છે કે બ્રિટિશ મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન સૌથી વધુ દારૂ પીવે છે. જોકે, સરેરાશ 3.2 ટકાની સરખામણીમાં 20માંથી લગભગ એક પુખ્ત વયના (4.9 ટકા)એ જણાવ્યું હતું કે તેઓ નિયમિતપણે વેપિંગ કરે છે.