લંડનઃ વજન ઘટાડવા માગતા લોકો માટે ખુશખબર. વિજ્ઞાનીઓએ વજન ઘટાડવાનો ખૂબ સરળ ઉપાય શોધી કાઢ્યો છે. તેમણે હાથ ધરેલા અભ્યાસ મુજબ બ્રેકફાસ્ટ મોડા અને ડિનર વહેલા લેવાથી વજન ઘટે છે.
ટ્રાયલમાં ભાગ લેનારા લોકોએ દસ અઠવાડિયા સુધી દિવસનું પ્રથમ ભોજન એટલે કે બ્રેકફાસ્ટ ૯૦ મિનિટ મોડું અને છેલ્લું ભોજન ૯૦ મિનિટ વહેલા લીધું હતું. બન્નેને સરખા પ્રમાણમાં જ ખોરાક આપવા છતાં તેમના શરીરની ચરબીમાં સમયસર ભોજન લેતા લોકોની સરખામણીમાં બમણો ઘટાડો થયો હતો.
વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું કે જે લોકો જે પ્રમાણમાં કેલરી લેતા હોય તેમાં ઘટાડો કર્યા સિવાય વજન ઉતારવાનો પ્રયાસ કરતા હોય તેમના માટે આ નવો વિકલ્પ ગણી શકાય. ૧૩ લોકો પર કરાયેલો અભ્યાસ ‘જર્નલ ઓફ ન્યૂટ્રિશનલ સાયન્સીસ’માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો.