મુંબઇઃ કોરોનાના પ્રકોપથી દુનિયાભરમાં સેંકડો મોત થઇ ચૂક્યા છે. એવામાં દુનિયા ક્વોરેન્ટાઇન એટલે કે થોડાક સમય માટે અલગ-અલગ રહેવાની રીત અપનાવી રહી છે. આ શબ્દ ઇટાલીના ક્વારન્ટા જિઓની પરથી ઊતરી આવ્યો છે. જેનો અર્થ ૪૦ દિવસનો થાય છે. ૬૦૦ વર્ષ પહેલા પ્લેગથી બચવા માટે ઇટાલીએ તેની શરૂઆત કરી. ભારતમાં આ રીત સદીઓથી ચાલી રહી છે. તેમાં નવજાત-માતાને ૧૦ દિવસ અલગ રાખવા, કોઇના મૃત્યુ પછી દૂર રહેવા જેવી અનેક પ્રથાઓ છે.
ભારતમાં છોડ માટે પણ કવોરેન્ટાઇન પોલિસી
ભારતમાં તો વૃક્ષો-છોડ માટે પણ ક્વારેન્ટાઇન પોલીસી બનાવાઇ છે. આનો ઉદેશ્ય પર્યાપ્ત નીતિગત અને કાયદાકીય ઉપાયોના માધ્યમથી મહત્ત્વપૂર્ણ વૃક્ષો-છોડને નુકસાન પહોંચાડનારા જીવજંતુઓ અને બીમારીઓને રોકવાનો છે. આ નીતિને પ્લાન્ટ પ્રોટેક્શન, ક્વોરેન્ટાઇન એન્ડ સ્ટોરેજ ડિરેક્ટટોરેટની દેખરેખમાં લાગુ કરાય છે. આ વિભાગ કૃષિ મંત્રાલય હસ્તક કાર્ય કરે છે.
ઔષધિઓથી ભગવાનની સેવા
પૂરમાં ભગવાન જગન્નાથ દર વર્ષે ૧૪ દિવસ અલગ રહે છે. માન્યતા છે કે જયેષ્ઠ પૂર્ણિમાંથી અમાસ સુધી તે બીમાર પડે છે. આ દરમિયાન તેમને ઔષધીઓનું પાણી અપાય છે.
ફ્રાન્સઃ કોર્ડન સેનિટેયર કહે છે
તેને કોર્ડન સેનિટેયર પણ કહેવાય છે. તેમાં કોઇ સમુદાય,ક્ષેત્ર કે દેશમાં અવરજવર પર પ્રતિબંધ હોય છે. જેથી ચેપ રોકી શકાય. ૧૫૨૩માં માલ્ટામાં પ્લેગ ફેલાયા પછી કોર્ડન સેનિટેયરની શરૂઆત થઇ હતી.
બૌદ્ધઃ ૮મી સદીની માન્યતા છે
આઠમી સદીમાં બોધાયન અને ગૌતમ સૂત્રમાં નવજાત-માતા અને મૃત વ્યક્તિના સંબંધીઓને ચેપથી બચાવવા ઓછામાં ઓછા ૧૦ દિવસ અલગ રહેવાની વાત કહેવાઇ છે.
ઇસ્લામિક વર્લ્ડઃ ૭૦૬ ઇસ્વી સનથી
૭૦૬ ઇસ્વી સનમાં ઇમ્મયદ ખલીફા વલ વાલિદ પ્રથમે દમાસ્કરમાં કુષ્ઠ રોગ પીડિતોને અલગ રાખ્યા. ૧૪૩૧માં મોટા ભાગના દેશોએ તેમના પર ફરજિયાત ક્વોરેન્ટાઇન લાગુ કર્યો.
બાઇબલઃ ૭મી સદીમાં ઉલ્લેખ
સાતમી સદી કે કદાચ તેના પહેલા લખાયેલા લેવિટસના બાઇબલના પુસ્તકમાં ચેપથી બચવા માટે અલગ રહેવાનો ઉલ્લેખ છે. તેની પ્રક્રિયા મોજેક કાયદા હેઠળ જણાવાઇ છે.