લવિંગ રસોડામાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. લવીંગ એ એવા મસાલામાંથી એક છે જેનો ઉપયોગ રસોઈમાં મસાલા તરીકે તો થાય જ છે વળી તેનો ઉપયોગ ઔષધ અને પૂજાવિધિમાં, ધાર્મિક પ્રસંગોમાં પણ કરવામાં આવે છે. પહેલાના વખતમાં મૂલ્યવાન રત્નોના બદલામાં તેજાના આપવામાં આવતા હતા.
તેજાના જુદી જુદી વનસ્પતિના મૂળ, ફુલ, પાન, છાલ કે બીમાંથી મેળવવામાં આવે છે. કોઈ કોઈ મસાલા એકલા તો કોઈને મિક્સ કરીને રસોઈમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ મસાલાઓથી રસોઈનો સ્વાદ ગળ્યો, તીખો, ખાટો અને વિશેષ સુગંધીદાર થાય છે. લવિંગ પણ આવો જ એક મસાલો અને મહત્ત્વનું ઔષધ છે. લવીંગના કેલને યુજેનોલ કહે છે તેની સાથે ટ્રીટી ઓઇલ મિક્સ કરીને ફંગલ ઇન્ફેકશન ઉપર લગાવવાથી ફાયદો થાય છે.
• એનેસ્થેટિક તરીકે પણ વપરાય છે • શરીરે સોજા આવે તો તે દૂર કરે છે • શરીરમાં ચેપ લાગતો હોય તો તે અટકાવે છે • દાંતના દુખાવામાં ખાસ વપરાય છે • ડાયાબિટીસના દર્દી માટે અકસીર ઈલાજ છે • લવીંગનું તેલ મચ્છર ભગાડવા માટે વપરાય છે • જાતીય શક્તિ વધારવા પણ લવીંગનું તેલ ઉપયોગી છે.