લંડનઃ વેજન્સ અને વેજિટેરિયન્સ એટલે કે શાકાહારી લોકો મગજ માટે અત્યંત મહત્ત્વના પોષક તત્વ કોલીનથી વંચિત રહેતા હોવાની ચેતવણી ન્યૂટ્રીશનલ ઈન્સાઈટ, કન્સલ્ટન્સી કંપનીના ન્યૂટ્રીશનિસ્ટ એમા ડર્બીશાયરે આપી હતી.
આ તત્વ યાદશક્તિ, મૂડ, સ્નાયુ પર નિયંત્રણ અને પાછળની જીંદગીમાં માનસિક શક્તિને ઘટતી અટકાવવા માટે મહત્ત્વનું છે. તે ખાસ કરીને ગર્ભના વિકાસ દરમિયાન મગજના સ્વાસ્થ્ય માટે મહત્ત્વનું હોવા ઉપરાંત લીવરના કામકાજને પણ અસર કરે છે. તે મોટાભાગે બીફ, ઈંડા, ડેરી પ્રોડક્ટ્સ, ફીશ અને ચીકનમાંથી મળે છે. જ્યારે નટ્સ, બીન્સ અને બ્રોકોલી જેવા શાકભાજીમાંથી તે ખૂબ ઓછા પ્રમાણમાં મળે છે.