લંડનઃ મેદસ્વિતા સાથે સંકળાયેલા એક સંશોધનનું તારણ જણાવે છે કે જે મહિલાઓ લીલીછમ હરિયાળીની ૩૦૦ મીટરની ત્રિજિયામાં રહે છે તેમનું વજન વધવાની કે સ્થૂળતાની સમસ્યા થવાની આશંકા પુરુષોની સરખામણીએ ઓછી હોય છે. આ સંશોધન ઇન્ટરનેશનલ જર્નલ ઓફ હાઈજીન એન્ડ એન્વાયર્ન્મેન્ટલ હેલ્થમાં પ્રકાશિત થયું છે. તેમાં સ્પેનના સંશોધકોએ દાવો કર્યો છે કે મહિલાઓમાં સ્થૂળતા અને હરિયાળા બગીચા વચ્ચે સીધો સંબંધ છે. આસપાસ હરિયાળું વાતાવરણ હોય તો મહિલાઓની શારીરિક ગતિવિધિ આપોઆપ વધી જાય છે. હરિયાળી હોવાથી અવાજ અને માનસિક તણાવ ઓછો રહે છે. વ્યક્તિના વજનમાં વધારો કરવામાં આ પરિબળ મુખ્ય ભૂમિકા ભજવે છે.