વોશિંગ્ટન: ભાગદોડભરી જીવનશૈલી છતાં માનસિક સ્વાસ્થ્યની દેખરેખ જરૂરી છે. દિમાગને હંમેશા તેજ અને સ્વસ્થ રાખવા અસમંજસ - અવઢવની સ્થિતિને ટાળો. મામલાને ગૂંચવવાના બદલે ત્વરિત નિર્ણય લો. અમેરિકાના મિસૌરીના 26 વર્ષીય ન્યૂરો-સાયન્ટિસ્ટ કોડી ઈસાબેલે ન્યુરોલોજી ટિપ્સનો વીડિયો તેમના 1.22 લાખથી વધુ ફોલોઅર માટે પોસ્ટ કર્યો હતો. જોકે અત્યાર સુધીમાં તે 13 લાખથી વધુ વખત જોવાઇ ચૂક્યો છે. તેમણે ન્યૂરો-સાયન્ટિસ્ટ તરીકે અમુક વસ્તુને અવગણવાના બદલે અગ્રતા આપવા કહ્યું છે. તેમનું કહેવું છે કે ક્યારેય ઊંઘ ન બગાડશો. માત્ર 10 મિનિટ મેડિટેશન કરો અને દરરોજ સક્રિય રહો. તમે માત્ર 30 દિવસમાં તમારી અંદર સુધારો મહેસૂસ કરી શકશો.
ન્યૂરો-સાયન્ટિસ્ટ કોડીએ તેમના વીડિયોમાં જણાવ્યું છે કે મગજને સ્વસ્થ રાખવાનો નિર્ણય લેવામાં વિલંબ ન કરશો. જો તમે સમયસર નિર્ણય કરશો તો બ્રેઈનનું ફોકસ યોગ્ય રહે છે અને મગજ પણ સારી રીતે કામ કરે છે. તેનાથી તણાવ ઘટે છે અને ગભરાટ થતો નથી.