છેલ્લા ૧૦ મહિનાથી ફેલાયેલી કોરોના મહામારીના કારણે લોકોનું ઘરમાંથી બહાર નીકળવાનું અને હરવા-ફરવાનું ઘટી ગયું છે. જોબ કરતા મોટા ભાગના લોકો લાંબા સમયથી વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. આવા લોકોનો બેસી રહેવાનો સમય વધી ગયો છે. તાજેતરમાં જ બ્રિટિશ જર્નલ ઓફ સ્પોર્ટ્સ મેડિસિને આ અંગે કેટલાક મહત્ત્વના સુચનો કર્યા છે.
એક અભ્યાસમાં હજારોની સંખ્યામાં લોકોની રોજિંદી ગતિવિધીનો અભ્યાસ કરાયો. જેમાં જાણવા મળ્યું કે અનેક લોકો એવા પણ છે જેઓ આખો દિવસ નિષ્ક્રિય રહે છે. તેમનું યુવાન અવસ્થામાં જ મૃત્યુ થવાની આશંકા વધી જાય છે. જો આ લોકો થોડી ઘણી પણ મૂવમેન્ટ કરે તો વહેલા મૃત્યુની આશંકાને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. ભૂતકાળમાં મહામારી વિશેષજ્ઞો દ્વારા શારીરિક ગતિવિધીઓ પર કરાયેલા રિસર્ચમાં પણ આવો જ નિષ્કર્ષ જોવા મળ્યો હતો.
સંશોધકોએ યુરોપ અને અમેરિકામાં રહેતા લગભગ ૫૦ હજાર લોકો પર કરેલા ૯ અભ્યાસની સરખામણી કરીને અનેક નિષ્કર્ષ કાઢ્યા છે. આ અભ્યાસમાં આધેડ વયના પુરુષો અને મહિલાઓને સામેલ કરાયા હતા. રિસર્ચરોએ જોયું કે, જેઓ ૧૧ મિનિટ સુધી પણ હળવી ઝડપી કસરત કરે છે તો લાંબ સિટિંગથી થતા દુષ્પ્રભાવોએ ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. અને આ જ લોકો જો ૩૫ મિનિટ સુધી ફાસ્ટ એક્સરસાઇઝ કરે છે તો આ દુષ્પ્રભાવોને સંપૂર્ણ રીતે સમાપ્ત કરી શકાય છે. પછી ભલે તેઓ દિવસ દરમિયાન ગમેતેટલા કલાક બેસી રહેતા હોય.