કેન્યાસ્થિત વિવિધ સંસ્થાઓના આમંત્રણને માન આપી મિશન હેલ્થ-અમદાવાદ દ્વારા જુલાઈ 2024માં કેન્યાના નૈરોબી, એલ્ડોરેટ અને કીસુમુ ખાતે ‘વેલનેસ સેમિનાર’ તથા નિદાન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું.
ભારતીય મૂળ અને ફિઝિયોથેરાપી ક્ષેત્રનાં અગ્રગણ્ય એવાં મિશન હેલ્થના ડાયરેક્ટર ડો. આલાપ શાહ દ્વારા આ વર્કશોપમાં 1200થી વધુ લોકોને સ્પાઈનની સમસ્યાઓ - તેનાં કારણો અને ઉપાય, ખોટાં પોશ્ચર, લાઈફસ્ટાઈલ, ઘૂંટણના દુઃખાવાના કારણો તેમજ તેનાં ઉપાયો, વિવિધ ન્યુરોલોજીકલ કન્ડિશન્સ, ફિટનેસ, વેલનેસ જેવા વિવિધ વિષયો પર સચોટ માહિતી આપી, જાગૃત કરવામાં આવ્યા.
આ વર્કશોપનો લાભ માત્ર ઉપરોક્ત જણાવેલ શહેરોનાં સ્થાનિકોએ જ નહીં, પરંતુ નૈરોબીથી 400 કિમી દૂર આવેલા ગારિસા જેવા સ્થળોથી આવેલાં લોકોએ પણ લીધો. નૈરોબી સ્થિત ઈન્ડિયન હાઈકમિશનના એક્ટિંગ હાઈ કમિશનર શ્રી રોહિત વઢવાણા તેમજ તેમની ટીમ દ્વારા આ વર્કશોપ અટેન્ડ કરવામાં આવી અને ખૂબ જ ઇન્ફર્મેટીવ વર્કશોપથી પ્રભાવિત થઈ તેઓએ કેન્યાના અન્ય શહેરોમાં
પણ આવા વર્કશોપ ત્વરિત યોજવા અનુરોધ કર્યો હતો.