અમેરિકામાં થયેલા વિશાળ અભ્યાસમાં જણાયું છે કે મહિલાઅોને મોનોપોઝની તકલીફ ૧૪ વર્ષ સુધી રહી શકે છે. મોનોપોઝ દરમિયાન મહિલાઅોનું શરીર અચાનક ગરમ (હોટ ફલ્શીઝ) થઇ જવાની તકલીફ સરેરાશ સાત વર્ષ સુધી રહી શકે છે અને રાત્રે પરસેવો થવાની તકલીફ તેના કરતા થોડો ડબલ સમય રહે છે.
આ તારણો ખૂબ જ જરૂરી એટલા માટે છે કેમ કે અત્યાર સુધી આ તકલીફોના નિવારણ માટે અપાતી હોર્મોન રીપલેસમેન્ટ થેરાપી (HRT) વધુમાં વધુ પાંચ વર્ષ માટે જ અપાતી હતી.