યાદશક્તિ સારી રાખવી છે? ગૂગલનો સહારો છોડો

Thursday 09th July 2020 08:12 EDT
 
 

સાઇકોલોજીના ડોક્ટર જોએલ ક્રેમર અનુસાર, ૩૦ વર્ષની વયે યાદશક્તિ, નિર્ણય કે તર્કશક્તિ જેવા મલ્ટિટાસ્કિંગ કરવાની ક્ષમતા સૌથી વધુ હોય છે. આથી પોતાના મગજને તેજ રાખવા માટે સ્માર્ટ જીવનશૈલી શા માટે અપનાવવી જોઇએ, જાણો એક્સપર્ટ પાસેથી...

• ઘટનાઓ યાદ કરોઃ કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં કોગ્નિટિવ સાયન્સના એસોસિએટ પ્રોફેસર સારાહ મેડનિક કહે છે કે મગજ મશીન જેવું હોવાના લીધે તેનો સતત ઉપયોગ જરૂરી છે. આપણે કંઇ પણ યાદ રાખવા માટે મગજનાં જુદા જુદાં ભાગને એક્ટિવ કરતા હોઇએ છીએ. ફોન કે ઇન્ટરનેટ પર આશ્રિત થઇ જવાથી ‘હિપ્પોક્રેમ્પસ’ નામનો ભાગ નબળો પડે છે. આથી હંમેશા ગૂગલ પર આશ્વિત ના રહો.
• બપોરે ૩૦ મિનિટ ઊંઘોઃ મેડનિક કહે છે કે, દિવસે પાવર નેપ લેશો તો કામ કુશળતાથી કરી શકશો. ૩૦ મિનિટનું ઝોકું ક્રિએટિવીટી, એફિશિયન્સી બંને વધારશે. સમય ઓછો હોય તો ઓછામાં ઓછું ૩૦ મિનિટ ઝોકું મારો.
• દરરોજ કસરત કરોઃ લોસ એન્જેલસના યુસીએલએ લોન્જેવિટી સેન્ટરના ડિરેક્ટર ગેરી ડબ્લયુ સ્મોલ અનુસાર લોહીમાં ઓક્સિજન અને ન્યૂટ્રીઅન્ટ્સ હોય છે, જે મગજ માટે બુસ્ટરનું કામ કરે છે. કસરત કરવાની મગજ સુધી લોહીનું પમ્પિંગ સારી રીતે થાય છે. દિવસમાં ૩૦થી ૬૦ મિનિટની કસરતથી નામ યાદ રાખવાની ક્ષમતા વધી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter